દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;
પણ મનુષ્યતાની ભાષા તો મનુષ્ય સમજતો નથી.
મૂર્ખતાભર્યું વર્તન કરતો રહે છે, પોતાની સોચમાં આગળ વધતો રહે છે;
ઉમંગભર્યા વાતાવરણને ત્યજે છે, પોતાની ઇચ્છા પાછળ દોડે છે.
અહંકાર ભરેલી આ દુનિયામાં માનવી પોતાની સૂધબૂધ ખોવે છે;
ક્યારેક મંઝિલને ભૂલીને માયામાં ખોવાઈ જાઈ છે.
પ્રભુની કૃપા અને ગુરુના આશિષ વગર બહાર નીકળાતું નથી;
ખોટી સોચ અને ખોટા રસ્તેથી પ્રભુને પમાતું નથી.
ક્યાં સુધી રહેશે આ માનવી અંધારામાં, ક્યાં સુધી રહેશે અહંકારમાં;
પ્રભુને પામ્યા વગર ન એની કોઈ રાહ છે, પ્રભુમાં લીન થયા વગર ન એની કોઈ મંઝિલ છે.
સમજશે જ્યારે આ માનવી આ સચ્ચાઈને, ત્યારે મળશે એને અંતરથી પ્રભુની વાણી રે.
- ડો. હીરા