ગુરુની કૃપા, ઓ મારા પરમગુરુ, ઓ મારા સદ્દગુરુ.
આવ્યા તમે આ જીવનમાં, પ્રેમથી આપ્યું તો તમે બધું; ઓ મારા સદ્દગુરુ.
પ્રકાશ જીવનમાં કર્યો, મને તમારામાં એક કરી; ઓ મારા વહાલા સદ્દગુરુ.
ઉમંગ જીવનમાં ભર્યો, મને પ્રેરણા આપી સદૈવ; ઓ મારા પરમ ગુરુ, મારા વહાલા ગુરુ.
મોક્ષના પ્યાલા પીવડાવ્યા; ઓ મારા પરમગુરુ, ઓ મારા પ્રશાંત ગુરુ.
ચેન આપ્યું આ દિલને, રાહ બતાડી તમારી; ઓ મારા પરમ ગુરુ, ઓ કૃપાળું ગુરુ.
ધરતી પર આવ્યા, દિલથી અપનાવ્યા; ઓ મારા સદ્દગુરુ, ઓ દિવ્ય ગુરુ.
આનંદના દિલમાં ફુવારા જગાડ્યા, લીન તમારામાં કર્યા; ઓ મારા જીવન ગુરુ, ઓ સદૈવ ગુરુ.
વિશ્વાસમાં મારા વિધાતા, મારા અંતરમાં રહેનારા; ઓ અનંત ગુરુ, ઓ સર્વવ્યાપી ગુરુ.
તમે છો મારી નાવને લઈ જનારા, મને પ્રેમ આપનારા; મારા અમર ગુરુ, મારા અવિનાશી ગુરુ.
- ડો. હીરા