મહેફિલના ચાંદનાં કિરણોની ઠંડક અલગ હોય છે.
માર્ગ પર રાહ મળે અને એના પર ચાલવું; એની મજા અલગ હોય છે.
શીતળતાની લહેરો દિલમાં ઊઠે, તરંગો પ્રેમના જાગે; એની શુદ્ધતા અલગ હોય છે.
પ્રેમમાં પ્રેમી સાથે એક થવું અને પ્રેમમાં સ્વભાવ ભૂલવો; એની મજા ભૂલીને અનુભવ અલગ હોય છે.
દિવ્યતાનાં દર્શન કરવાં, પ્રભુને પામવા અને એમના થઈને રહેવું; એની અલગતા પણ અનોખી હોય છે.
તીવ્ર ભાવોને ત્યજવા, તીવ્ર મિલનને ધિક્કારવું, સૌમ્ય રૂપમાં રહેવું; એની પહેચાન અલગ હોય છે.
ક્રોધ-ક્રૂરતાથી આગળ વધવું, ક્ષમા-પ્રેમમાં રમવું; એ વૈરાગ્ય અલગ હોય છે.
મુશ્કેલીમાં દુઃખોને ભૂલવાં, આનંદમાં મુશ્કેલીને ત્યજવી; એ ચાહની મજા અલગ હોય છે.
વિશ્વાસમાં નિર્ભય બનવું, સરળતામાં સ્થાન પ્રાપ્ત થવું; એની નિર્દોષતા અલગ હોય છે.
મંઝિલને પામવી અને મંઝિલથી પણ આગળ વધવું; એની દિવ્યતા દિવ્ય હોય છે.
મનુષ્યનો દેહ મળવો, એમાં પ્રભુને પ્રાપ્ત કરવા, શોર જીવનનો ભુલવો;
એ ભોર અલગ હોય છે, એ ઇરાદો અલગ હોય છે, એ જ તો જીવનનું રહસ્ય હોય છે.
- ડો. હીરા