જીવન વ્યતીત થાય છે, જીવનકાળમાં;
ઉંમર મોટી થાય છે, વ્યર્થ સમયોમાં;
ઇચ્છા અતૃપ્ત થાય છે, સમયના ખેલમાં;
માનવી લલચાય છે, તેનાં જ કર્મોમાં;
ગહેરાઈ મપાય, એની તો ઊંડાણમાં;
જગજાહેર થાય છે, આરોપો માનવીના;
સમસ્ત લેપન થાય છે, માનવીની સરળતામાં;
કે આખરે માનવી બને છે, પૂતળું એના જ ઇન્દ્રિયોનું.
ગુપ્ત રહસ્ય રહે છે, પછી એ તો વંચિત રહે છે;
સર ઝુકાવવું છે, એ તો એની બદનસીબીનું.
- ડો. હીરા