વિશ્વાસના પડદા જ્યાં ખૂલે છે, ત્યાં આનંદ-મંગળ થાય છે;
અમીરસની જ્યારે ધારા વહે છે, ત્યાં પ્રેમની ધારા દેખાય છે.
ઉમંગ અને તરંગમાં જ્યારે ધરતી ઝૂમે છે, ત્યારે મધુરતા જીવનમાં થાય છે;
નસીબ જેનું પ્રભુ ખોલે છે, ત્યારે તો પ્રભુમાં ભળાય છે.
વીણા સંગીત ત્યારે વાગે છે, ધરતીમાં એક લહેર ઊઠે છે;
શું પ્રભુ કોઈ પરાયા છે, એ બધાં બંધન તોડે છે.
પ્રભુની એકતા, પ્રભુની લીલા સમજાય છે, પ્રભુનાં દર્શન મળે છે;
કઠોર તપસ્યાનું પરિણામ મળે છે, પ્રભુની તો મુલાકાત મળે છે.
જીવનના બધા પ્રશ્નો મટે છે, પ્રશ્નોના સવાલ બધા મળે છે;
અંતરીક્ષનું સર્જન મળે છે, ભેદભાવ બધા મટે છે, ઉમ્મીદનાં કિરણો ફૂટે છે;
અંતરના ઊંડાણમાં હું મળે છે, એ હું તો હવે પ્રભુમાં ભળે છે.
- ડો. હીરા