શું કહું આ દિલની વાત તમને, જ્યાં દિલ કાબૂમાં નથી;
શું કહું આ વેદનાની વાત તમને, જ્યાં દિલમાં ચેન નથી;
શું કહું આ પ્રેમની વાત તમને, જ્યાં પ્રભુ વગર રહેવાતું નથી;
શું કહું મંઝિલની રાહ તમને, જ્યાં પ્રભુમિલન વગર રહેવાતું નથી;
શું મોક્ષની અભિલાષા કરું, જ્યાં પ્રભુ વગર ચેન મળતું નથી;
શું કાર્ય કરું, શું પૂજા કરું, એના વગર બીજું કંઈ સૂઝતું નથી;
શું આરંભ કહું, શું અંત કહું, જ્યાં અલગતાની વેદના સહેવાતી નથી;
શું નાશ કહું, શું નાશવંત ગણું, જ્યાં પ્રભુમાં આ પ્યાર સમાતો નથી;
શેની જિજ્ઞાસા રાખું, શું જાણવાનો પ્રયત્ન કરું, જ્યાં એના વગર કંઈ દેખાતું નથી;
શું ઉમ્મીદમાં રહું, શું લાંબા પથમાં નાઉમ્મીદ થઉં, જ્યાં પ્રભુમાં બધું સમાયા વગર રહેતું નથી;
ઇરાદાને શું બુલંદ કરું, ઝેરને પણ પી જઉં, જ્યાં આ જીવનમાં પ્રભુ વગર રહેવાતું નથી;
એની સોચમાં તડપી જઉં, એનામાં સમાઈ જઉં, એ અહેસાસ થયા વિના રહેતો નથી;
જીવંત આ શરીરને નિર્જીવ ગણું, પ્રભુને હોશિયાર માનું, પણ એની જાળમાં ફસાયા વિના રહેવાતું નથી;
આકાર કહું, નિરાકાર કહું, શબ્દોમાં કહું, એકાંતમાં કહું, પણ હવે પ્રભુથી દૂર રહેવાતું નથી.
- ડો. હીરા