પ્રમાણ શેનું આપું; ભક્તિનું, પ્રેમનું કે જ્ઞાનનું?
દેખાડો શેનો કરું; તપસ્યાનો, દિવ્યતાનો કે અનુભવનો?
ઇચ્છા શું કરું; વિનાશની, સર્જનની કે હિતની?
વિધાતા કોને માનું; ઈશ્વરને, અંતરને કે પછી સર્વને?
વિશ્વાસ શેનો કરું; અભિપ્રાયનો, વિરોધનો કે પછી ઘમંડનો?
અનુમાન કોનું લગાડું; સુખસુવિધાનું, જીવંતાનું કે ઇચ્છાઓનું?
નિર્જીવ કોને માનું; મનુષ્યના દેહને, અંતરના પ્રાણને કે લોકોના વ્યવહારને?
અપેક્ષા કોની રાખું; અહંના પૂતળાની, પ્રેમના રોગીની કે મોહના બંધનની?
અનુરૂપ કોને કહું; મારા પ્રેમને, મારા શાંત મનને કે અહંના નાશને?
એકાંતમાં કોને મળું; પોતાની જાતને, પ્રભુની વાતને કે શૂન્યકારના શોરને?
- ડો. હીરા