અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;
ઇચ્છા જ્યાં પ્રભુ એની દર્શાવે છે, ત્યાં લહેર તો આપણે કરીએ છીએ.
આરામમાં જ્યારે આપણે રહીએ છીએ, તો સંજોગો આપણને હલાવે છે;
જ્યાં જેષ્ઠા જીવનમાં આપણી ચાહીએ છીએ, ત્યાં અનંતમાં ભૂલા પડીએ છીએ.
વિશ્વાસ જ્યાં આપણે કરીએ છીએ, ત્યાં પ્રભુનું કાર્ય સરળ કરીએ છીએ;
ઉમ્મીદ જ્યાં આપણે બાંધીએ છીએ, ત્યાં વેરાનમાં પણ ફૂલ ખિલાવીએ છીએ.
મધુરતામાં જ્યારે વાસ કરીએ છીએ, ત્યારે સંગીતની રચના કરીએ છીએ;
દીવારો જ્યાં આપણે લાંધીએ છીએ, ત્યારે જ તો પ્રભુને પામીએ છીએ.
દુવિધાથી જ્યારે મુક્ત થઈએ છીએ, ત્યારે પ્રભુના પ્રેમમાં પડીએ છીએ;
અસીમ નિરાંતમાં જયારે ઈછિયે છીયે, ત્યારે જ પ્રભુના કાર્યમાં લાગીએ છીએ.
વિરોધાભાસ જ્યારે ખોઈએ છીએ, ત્યારે અનુરૂપ વ્યવહાર કરીએ છીએ;
જ્યાં પ્રભુમાં એક થઈએ છીએ, ત્યાં આપણી જાતને ઓળખીએ છીએ.
- ડો. હીરા