પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે.
ગુપ્ત રહસ્ય, ગુપ્ત વિચારો અને ગુપ્ત વાણીમાં સર્જાયેલી છે આ કથા. છે એમાં તો વેદોની ગાથા.
જે એને વાંચે છે, તે ચકિત રહી જાય છે. લાગે કે છે આ તો કામસૂત્ર પણ છે, આ તો અમીરસની ગાથા પણ છે, અને જીવન જીવવાની ગાથા પણ છે.
કહાનીના માધ્યમથી સમજાવે છે વેદોને કેમ જીવનમાં ઉતારવા.
વેદોનો પાઠ કરવાથી વેદો સમજાતા નથી. સંસ્કૃતને શીખવાથી પ્રભુ મળતા નથી.
વેદોના રાઝ સમજવાથી જ જીવન પમાય છે, પ્રભુને મળાય છે.
એના માટે સમજણ સાચી, અહંને ત્યાગી અને સરળતાને અપનાવવાથી આ વેદો અંદર આપોઆપ ઊતરે છે અને જીવનમાં જેમતેમથી સુલભતા અને નિશ્ચલતા રમે છે.
સાર, પુરાણ ઉપનિષદ કે વેદનો એ જ છે કે પ્રભુને પામવા હશે તો એમના જેવું બનવું પડશે, એને પોકારવું પડશે, એમણે આપેલાં કાર્યો પૂરાં કરવાં પડશે, એને બધું સોંપવું પડશે, પ્યારથી એમને પોકારવું પડશે, મુશ્કેલીમાં એમને યાદ રાખીને હસવું પડશે અને દુખીઓનાં દુઃખ દૂર કરવાં પડશે.
જીવનમાં જીત મેળવવી હશે તો ઈર્ષ્યા ત્યજવી પડશે, પરિશ્રમ કરવો પડશે અને પાઠમાં એક નિયમ અને સંયમ કેળવવો પડશે.
આ છે ગીતાનો સાર, ઉપનિષદનો સાર, વેદોના સંદેશ અને પ્રભુનો એક નવો આકાર.
તીવ્રતા જીવનમાં, પ્રેમ ભુલાવી દે છે;
અનુકૂળ વ્યવહાર જીવનમાં મીઠાશ આપી દે છે;
ઇચ્છા સાચી જીવનમાં, ઇચ્છામુક્ત કરી દે છે;
અવિનાશી આ જગતમાં, પ્રભુને પમાવી દે છે;
પ્રેમની આશા, પ્રભુનો પ્રેમને સમજાવી દે છે;
હસીન આ મોકામાં જીવની સરળતા આંખને લુભાવી દે છે;
હૈયામાં પ્રેમની ઝંખના, અસીમ કૃપા વરસાવી દે છે;
જીવનની સચ્ચાઈમાં, જીવ પ્રભુને એની અલગતા ભુલાવી દે છે;
કામક્રોધની ભાષામાં, સાચા રાહીને પણ ભરમાવી દે છે;
એકરૂપતાના અહેસાસમાં, એક નવું સર્જન નિભાવી દે છે.
- ડો. હીરા