ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;
શાંતિના અનુભવનો અહેસાસ, એ છે સદ્દગુણોનો ભાસ.
જ્યાં ચરણમાં રહે ચિત્ત, તો મનડું બને શાંત અને તૃપ્ત;
જ્યાં દિલમાં વસે એમનો પ્રેમ, ત્યાં બને સર્વ સંપૂર્ણ આ ચેન.
દિવ્ય અનુભવનો ભોર, લાવે એ તો આનંદનું એવું જોર;
મંઝિલ મંઝિલ પણ ફીકી પડે, એવો છે એમના અહેસાસનો તોડ.
વ્યતીત થાય છે જીવન એવું, એમના શરણમાં છે અમૃત જેવું;
ન કોઈ ગમ સતાવે, ન કોઈ દુઃખ યાદ અપાવે, એ તો છે દિલની દવાનો એક અદભુત તોડ.
મનોરંજન ભુલાવે, શાંતિ લાવે, પોતાની જાતની ઓળખાણ કરાવે, પ્રભુનાં દર્શન કરાવે, ગુરુચરણમાં છે આ જોર.
- ડો. હીરા