અહંકાર શું કરે છે આટલો પોતાની જાત પર તું માનવી?
જ્યાં ઇચ્છા તો તારી ક્યાંય ચાલતી નથી.
ન તારા શ્વાસો પર તારો કાબૂ છે;
ન તારી ધડકન પર તારું વજૂદ છે;
ન તારા વિચારો પર તારી લગામ છે;
ન તારી ઉંમર પર તારી લકીર છે;
શાને સમજે છે તું પોતાને બહુ મોટો.
જ્યાં હજી તને તારા હાલ પર ન કોઈ જાગૃતિ છે;
ન સંસાર પર તારો કોઈ રોબ છે;
ન ઘરમાં તને કોઈ સંતોષ છે;
શાને માને છે પોતાને તું પ્રભુ, જ્યાં હજી તારા ન કોઈ હોશ છે.
- ડો. હીરા