આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?
કેવળજ્ઞાન સમજાતું નથી, શું બધા રહસ્ય ખૂલે છે?
મોક્ષ પોસાતો નથી, શું અસ્તિત્વ મટે છે?
ત્રિકાળજ્ઞાન સમજાતું નથી, શું સમયની પરે ન જવાય છે?
આ શબ્દોના વ્યાખ્યાન શાસ્ત્રોમાં લખાયા છે
છતાં સ્વયંના અનુભવ વગર સમજાતા નથી
આકાશવાણી, દિલના આકાશમાં એની ભાષા લખાય છે
કેવળજ્ઞાન, એની સમજણ સમજાય છે
મોક્ષ, એના કાર્યમાં કર્મોના બંધન છૂટે છે
ત્રિકાળજ્ઞાન, કર્મોના ખેલ સમજાય છે
એવું આ જ્ઞાન સમજે છે, એવું અનુભવ કહે છે
એવું અંતરમાં જાગે છે, એવું પૂર્ણતા સ્વીકારે છે
- ડો. હીરા