મને ભારોભાર મારા વિચાર સતાવે છે
મગજ પર એક વજન લાગે છે
મને ચંચલ મારા ભાવો બનાવે છે
અસ્થિરતામાં એ રમાડે છે
મને દુઃખી મારી ઇચ્છાઓ બનાવે છે
નવા નવા કર્મોમાં એ રમાડે છે
મને મારી મૂર્ખતા હરાવે છે
મારા અંહકારને એ પોસે છે
મારી નાસમજણ, અસત્ય ને સત્ય બનાવે છે
મારા દ્વેષના નવા નવા વેશ આપે છે
મને ક્રુરતા, મારા વિકાર શિખવાડે છે
મને મારા જાત થી, છેતરખાની કરાવે છે
- ડો. હીરા