પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી
અમીરસની ઘારામાં કોઈ તકલીફ નથી હોતી
શાંતિના અનુભવમાં કોઈ પાગલપન નથી હોતું
વિશ્વાસના દામનમાં કોઈ ડાઘ નથી હોતો
વૈરાગ્યની ભૂમિમાં કોઈ વર્ચસ્વ નથી હોતું
હૈયાની નાવડીમાં કોઇ અસમંજસ નથી હોતું
ગૈરોની ભાષામાં કોઈ પોતાનું નથી હોતું
હાલત આ જગની, એમાં કોઈ આરામ નથી હોતો
- ડો. હીરા