હરિનામ ભજવું આસાન નથી, મન દોડે ને હરિ ને ભૂલે
પોતાની જાતને ઓળખવી આસાન નથી, અંતર વીસરે અને ઇચ્છા ભાગે
જાત પરિવર્તન કરવું આસાન નથી, વિશ્વાસ રૂઠે અને અભિલાષા છૂટે
મહેફિલમાં ખુશ રહેવું આવડતું નથી,વર્ચસ્વ તૂટે અને અહંકાર પુકારે
ધીરજમાં શાંત રહેતા આવડતું નથી, આડંબર તુટે અને કર્મો કૂટે
ઈશ્વર તરફ ચાલતા આવડતું નથી, જ્ઞાન ચૂકે અને માંગણીઓ લૂંટે
ઇશારાને સમજતા આવડતું નથી, માયા લૂંટે અને સૃષ્ટિ છૂટે
દયાધર્મ કરતા આવડતું નથી, જાન છૂટે અને પુન્ય કમાવા નિકળિયે
અફસોસ કરતા પણ આવડતું નથી, જીવન પ્રસરે અને ધ્યેય બદલે
આગળ વધતા આવડતું નથી, દમ લાગે અને સવાલ કૂટે
જીવન સમજતા આવડતું નથી, ભાગ્ય કૂટે અને દુરભાગ્ય જાગે
મંજિલ તરફ ચાલતા આવડતું નથી, મંજિલ બદલે અને મોકો યૂકયે
હેરાન થયા વગર કાંઈ સમજાતું નથી, નસીબ વળગે અને અજાગૃત રહીએ
કિમ્મત કરતા આવડતું નથી, જીવન છૂટે અને શવ સાથે યાદો મૂકીએ
કલમમાં સહી ભરતા આવડતી નથી, વિશ્વાસ ધ્રૂજે અને વિર્યતા કાંપે
વાણીમાં સત્યતા ભરતા આવડતી નથી, વચન ખૂટે અને દુરભાગ્ય જાગે
કોશિશ કરતા આવડતી નથી, સમય ચૂક્યે અને ગૈર પાછા બનીયે
જાગૃત થતા આવડતું નથી, પ્રભુને ભૂલીએ અને પોતાને જ છેતરીએ
- ડો. હીરા