જન્મ જન્મના ફેરા છે, પોતાની વૃતિઓના ખેલ છે
ઇચ્છાઓ અપૂર્ણ, વિચારોના મતભેદના વર્તુલ છે
ફરમાઈશો અને ખ્વાહિશોના એ ઠગ છે
ખેલ સિધોસાદો છે, પોતાની જાત પર કાબૂ કરવાનો મોકો છે
સમજશે લોકો આ વાતને, તો ચાવી મળશે મોક્ષના દ્વારની
સરળ મારી ભાષા છે, વાણી સીધીસાદી છે, લોકાનો ફાયદો છે
ન અહં ના કોઈ સથવારો છે, ના મહત્વકાંક્ષા નો કોઈ સોદો છે
ખોવાએલા છે લોકો મોહમાયામાં, તણાયા છે પોતાની ઇચ્છાઓમાં
સમજણ પર એક પરદો છે, શુદ્ધ દ્રષ્ટિ પર કાળા ચશ્મા છે
સમર્પણ એનો જવાબ છે, કર્મ પર કાબૂ કરવાના એક આશરો છે
પામશે બધા જ્યારે માનશે બધા, મળશે ઘણું જ્યારે છોડશે બધા
કોશિશ કરવી એ જરૂરી છે, છોડી દેવું એ મૃત્યુની તૈયારી છે
- ડો. હીરા