આખિર તો એવું શું થયું કે બધા દૂર થઈ ગયા
આખિર તો એવું શું બન્યું કે નાસમજી ના ખેલ બની ગયા
જ્યાં દિલ એક નથી, ત્યાં ખાલી બુદ્ધિ ચાલે છે
જ્યાં મહોબતના મેળ નથી, ત્યાં ખાલી તર્ક ચાલે છે
બુદ્ધિ અને તર્કથી દિલના વ્યવહાર સમજાતા નથી
પ્રેમ કર્યા વગર કોઈને આપણે સમજી શકતા નથી
પ્રેમ વગર કોઈને અપનાવી શકતા નથી
વિશ્વાસ વગર શંકાના મોજા હટી શકતા નથી
આત્માના અવાજને ધિક્કારીને, તર્કના ખેલમાં ઉલઝીએ છીએ
પછી હર એકને ફાયદા-નુકશાનના તોલમાં તોલીએ છીએ
- ડો. હીરા