તારી યાદમાં તડપું છું, તારા પ્રેમમાં પાગલ થાઉં છું
તારી આંખોના પ્યારમાં ડૂબું છું, તારા સ્નેહમાં તો રમું છું
તારા વગર ન રહી શકું છું, તારાથી દૂરી ન સહી શકું છું
અલગતા ન સહી શકું છું, તને હર પલ, ઓ ખુદા, ચાહું છું
તારા મિલનની પ્યાસ છે, ખાલી તારી સમીપતાની આશ છે
તારા ખોળામાં સુકૂન ચાહું છું, હરપલ બસ તારી બનું છું
મારી પોકાર તને કહું છું, મારી ઈચ્છા તને વ્યક્ત કરું છું
જીવનમાં ખાલી તું જ છે, મારા શ્વાસો-શ્વાસોમાં ખાલી તું જ છે
આ કેવી તારી રીત છે, કે પ્રીતમાં આટલી તડપ છે
ઓ ખુદા, હવે તો પાસે બોલાવ, હવે તો પ્યાસ બુઝાવ
હવે તો સાથે લઈ જા, હવે તો એક કર
- ડો. હીરા