શું કરું, શું ન કરું, સમજાતું નથી
તારા પ્રેમમાં, મને બીજું કાંઈ સૂઝતું નથી
શું બોલું, શું કહું, કાંઈ સમજાતું નથી
દિલના ભાવ વ્યક્ત થઈ શકતા નથી
શું સંભાળું, શું આપું, એ સમજાતું નથી
તારા ખોળામાં બેઠી છું, બીજું કાંઈ દેખાતું નથી
શું ભૂલું, શું યાદ કરું, કાંઈ સૂઝતું નથી
તારું જ સ્મરણ રહે, એનાથી વધારે કાંઈ જોઈતું નથી
શું જીવું, શું મરું, ખબર પડતી નથી
તારા વગર આ જીવન મૃત્યુ છે, બીજું કાંઈ જીવાતું નથી
- ડો. હીરા