અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી
પ્રેમની વાત એ છે કે કોઈ એનાથી જુદું પડતું નથી
ધીરજની વાત એ છે કે કોઈને વધારે જોઈતું નથી
અસલિયતની વાત એ છે કે કોઈ પોતાને ઓળખતું નથી
શાંતિની વાત એ છે કે મન સ્થિર થયા વિના, એ મળતી નથી
પાગલપણની વાત એ છે કે પ્રેમમાં ડૂબ્યા વગર સમજાતું નથી
તડ઼પની વાત એ છે કે હાંસિલ કર્યા વગર, એ બૂઝતું નથી
ધર્મની વાત એ છે કે અધર્મ પર ચાલવું એને ગમતું નથી
નસીબની વાત એ છે કે પ્રભુ કૃપા વગર એ બદલાતું નથી
- ડો. હીરા