તું મને તારા ચરણોમાં આસરો આપ, ત્યાં જ મારો આરામ છે
તું મને તારા ખોળામાં સૂવા દે, ત્યાં જ મને સુકૂન છે
તું મને તારા દિલમાં વાસ આપ, ત્યાં જ મારું ઠેકાણું છે
તું મને તારામાં એક કર, ત્યાં જ મારી મંજિલ છે
તું મને મારા વિચારોથી મુક્ત કર, ત્યાં જ મારી શાંતિ છે
તું મને મારી જાતથી મુક્ત કર, ત્યાં જ સત્યની ઓળખાણ છે
તું મને મારા વિકારોથી મુક્ત કર, ત્યાં જ પવિત્રતા છે
તું મને જીવનમાં આનંદમાં રાખ, ત્યાં જ તો વિરામ છે
તું મને ન તારાથી અલગ રાખ, ત્યાં જ મારી સંપૂર્ણતા છે
તું મને આ અલગતાના અહેસાસથી બહાર કાઢ, ત્યાં જ માયાનો અંત છે
- ડો. હીરા