સમજદારીની વાત છે કે પ્રીતમનો સાથ છે
વફાદારીની વાત છે કે જન્મોનો સાથ છે
જીવનભરનો સંગાથ છે કે અમરતાની વાત છે
અંતરની ઓળખાણ છે કે શામિલ એમાં નિર્મળ પ્રવાહ છે
ન કોઈ ભેદ છે, ન કોઈ અલગતા છે
પ્રાણોનો સાથ છે, એક-બીજાની એકરૂપતામાં મુલાકાત છે
દિવ્ય આ આભાસ છે, મનમોહક ઇતિહાસ છે
છલો-છલ પ્રેમની પુકાર છે, મધહોશીની બારાત છે
ધ્યાનમાં ખાલી પ્રીત છે, વિશ્વમાં તો એ જીત છે
હર વક્ત ખાલી એક જ એહસાસ છે, ધડકને ધડકન એની જ તો મુલાકાત છે
- ડો. હીરા