ઓ સાથી, એકની એક વાત, વારં-વાર કહું છું
તારી સાથે પ્રીત છે, મુલાકાતની તો જરૂર છે
અલગ હવે રહેવાતું નથી, તારામાં એક થયા વિના જીવાતું નથી
ઓ સાથી, એકની એક વાત છે, મારા દિલની આ રજૂઆત છે
ભેદ હૈયાના મટતા નથી, તારાથી દૂર રહેવાતું નથી
મુશ્કેલ આ જીવન છે, તારામાં એક થવા, એ તો જીવે છે
શાંતિ ભરી કોઈ પળ નથી, તારા વિના કોઈ ચૈન નથી
ઓ સાથી, મારા હૃદયની આ વાત છે, અંતરમાં ધૂંધવાટ છે
સમયની રફતાર છે, છતાં આ દૂરીનો અહેસાસ છે
મુલાકાતની હવે જરૂરત છે, તારા-મારાનો ભેદ મિટાવવાની જરૂરત છે
- ડો. હીરા