તું જે મને કહે છે, મને સમજાતું નથી
તું જે મને સમજાવે છે, એ અંતરમાં ઉતરતું નથી
વિશ્વાસની કમી છે, કે આંખોમાં હજી નમી છે
તારા આદેશને માનું છું, છતાં મારી સોચ પ્રમાણે ચાલું છું
ખૂદને તારો ભક્ત માનું છું, નિહાળવા ખાતર તને નિહાળું છું
પોતાના અંહકારને જ પોસું છું, મતભેદમાં જ સદા જીવું છું
મારી બુદ્ધિમાં તને ઉતારું છું, તારા હર બોલને તો તોલું છું
અમર-અજર ખુદને માનું છું, પોતાની ઈચ્છા પ્રમાણે રહું છું
સમર્પણની તો ખાલી વાતો છે, મોટાપણુંની તો રાતો છે
ખુદને હું તો છેતરું છું, આખર ખુદને મોટો ભક્ત માનું છું
જીવનનૈયામાં ડોલું છું, તને તો ખાલી મારા સુખ ચૈન માટે ગોતું છું
- ડો. હીરા