ઈતિહાસ ગવાહ છે, કે ઈશ્વરને પામવાવાળા બહુ ઓછા છે
પ્રેમની પુકાર છે, કે એને સાંભળવાવાળા બહુ ઓછા છે
જીવનના આ ખેલ છે, કે એને સાચી રીતે રમવાવાળા બહુ ઓછા છે
આનંદની તો રમત છે, એને સમજવાવાળા બહુ ઓછા છે
શરીર તો નાશવંત છે, છતાં એને જ પૂજવાવાળા બધા છે
આત્માને કોઈ જાણતું નથી, એટલે જ મંદિર-મસ્જિદમાં ગોતવાવાળા ઘણા છે
શાંતિ તો ખાલી અંતરમાં છે, છતાં સંસારમાં એને ગોતીએ છીએ
દિલની પુકાર છે, છતાં સતત વિચારોના જ ખેલ છે
શું આખિર જોઈએ છે, એ તો સમજવાવાળા પણ દરકારે છે
- ડો. હીરા