અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે
અંતરની શાંતિ માટે, વિશ્વાસ અને ગુરુ વચનો પર વિશ્વાસ હોવો જરૂરી છે
આત્મશુદ્ધિ માટે આત્મસન્માન હોવું જરૂરી છે
આત્મજ્ઞાન માટે આત્માને ઓળખવો જરૂરી છે
આજ્ઞા અને જિજ્ઞાસાનું અંતર સમીપ છે, આજ્ઞા પાલન કરવું જરૂરી છે
જિજ્ઞાસા અંતરમનનો અવાજ છે, તે કદી સાચું બોલતું નથી, એ જાણવું જરૂરી છે
આત્મા નિજભાવમાં બોલે અને પ્રભુ એની વાણી બોલે, તે અંતર જાણવું જરૂરી છે
સંપૂર્ણ સમર્પણ નિજભાનને ભુલાવે, વિશ્વાસને વધારે, સમર્પણ જરૂરી છે
હર વાત, હર હાલમાં પ્રશ્નો ન ઊઠે, એવા દ્ગઠ સંકલ્પ સાધનામાં જરૂરી છે
વડીલોની સેવા અને મિત્રોને સદ્દભાવ, એ કામના રાખવી જરૂરી છે
જાતને હલાવી, શાંતિમાં રહેવું, હર હાલમાં પ્રભુને યાદ કરવા, એ જરૂરી છે
વિશ્વાસ રાખવો, મન ડગે નહીં, એવી કઠોર તપસ્યા જરૂરી છે
ત્યારે જ આત્માને શાંતિ અને અંતરને ખુશીનો અનુભવ થાય છે
એ જ સત્ય છે, એ જ હકીકત છે, એ જ ચિંતન છે, એ જ તો સાધનાનો માર્ગ છે
- ડો. હીરા