શાસ્ત્રો ખોટું બોલતા નથી, એને સમજવાવાળાની બુદ્ઘિ અલગ સમજે છે
પ્રભુની વાણી ખોટી હોતી નથી, એના માર્ગ પર ચાલવાવાળાને વિશ્વાસ નથી
પ્રભુની પ્રેરણામાં કોઈ ડાઘ નથી, હક્કિત જરૂર એ કાયમ બદલતો હોય છે
રાહ એના ચિંઘેલા સરળ નથી, વિશ્વાસની પરીક્ષા હોય એવુ સહુને લાગતું હોય છે
મુલાયમ એની ચાલ નથી, એનો પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી, એ પણ હક્કિત છે
મુશ્કિલ એની મંજિલ નથી, આપણી ઇચ્છા અને આપણી વાસના પર આપણો કાબૂ નથી
આદેશ એના કબૂલ નથી, વિશ્વાસને હલાવે પણ જિત આપીને રહે, કાચો એનો રસ્તો નથી
સહુને એ તો રડાવે, રડાવે એમને એમની સમજણ, એમના કર્મો, એના જેવો દયાલુ નથી
એની વાણી કહે એવું થાતું નથી, હર સમય કોશિશ એ કરે કે બધા સુધરે, ચાલ એની બદલતી રહે
બોલે એ સહુને રોકવા માટે, વિશ્વાસની ઘટતી એ કરતો નથી, ચશ્મા કાઢીને જોવાની આપણી તાકાત નથી
ગૈર પોતાને ગણીએ, છેતરીયે પોતાની જાતને, ફરિયાદ કરીએ એમાં એની કોઈ ભૂલ નથી
આવકારે એ તો પ્રેમથી સહુને, પ્રેમમાં કોઈ પાબંદી નથી, પ્રેમમાં કોઈ શરત નથી,
પ્રેમમાં કોઈ દૂરી નથી, કોઈ તકલીફ નથી
- ડો. હીરા