તત્વજ્ઞાન એ જ કેવળ જ્ઞાન
મોહ માયા છૂટે, ત્યારે જ વૈરાગ્ય જાગે
સમજણમાં પ્રશ્ન છૂટે, ત્યાં જ સમજ પણ આવે
નિઃસ્વાર્થ કર્મો જ્યાં જાગે, ત્યાં જ પ્રભુના રહ્સ્યો ખૂલે
અહમ્, ક્રોધ જ્યાં ભાગે, ત્યાં જ પ્રાર્થના સર્વ માટે જાગે
વ્યવસાયમાંથી સમય મળે, ત્યાં જ સમય નો ખ્યાલ આવે
નિજ ભાન જ્યાં ભૂલી જઈએ, ત્યાં જ આનંદના દરવાજા ખૂલે
સ્વરૂપનું ચિંતન મટે, ત્યાં સર્વમાં પ્રભુ રૂપના દર્શન મળે
કોશિશો જ્યાં બધી ફળે, ત્યાં અહમ્ અને હું નો જન્મ મળે
જ્યાં કોશિશ નિશ્ફળ રહે, ત્યાં દુઃખમાં પ્રભુ યાદ આવે
આત્મસન્માન જ્યાં ભૂલી જઈએ, સન્માન સહુને કરીએ
પ્રેમ જીવનમાં સહુને કરીએ, પ્રભુ સાથે સંબંધ ગહેરો કરીએ
શ્વાસ પ્રભુના આપેલા લઈએ, જીવન પૂર્ણ એને સમર્પણ કરીએ
- ડો. હીરા