પૂજા કરું તમારી પ્રેમથી, સેવા કરું તમારી પ્રેમથી
ભોજન પીરસુ તમને સ્વાદિષ્ટ, શ્રૃંગાર કરું તમને વહાલથી
ઓ જગના પાલનહાર, ભેટ ધરાવું તમને વિનમ્રતાથી
જલપાન ધરું તમને પ્યારથી, દિલ અર્પણ કરું નિર્મળ ભાવથી
આરતી કરું તમારી હદયથી, મનન કરું તમારા નિરાકારમાં
ચિંતન કરું તમારું હર ક્ષ્લોકથી, અભિષેક કરું તમારો, હદયના ભાવથી
કાર્ય કરું સર્વે તમારા નામથી, અહમ્ વિકાર ભૂલું, તમારા પ્યારથી
ભક્તિ કરું તમારા ભજનથી, યાદ કરું સદાય તમને અંતરથી
જન્મ સિદ્ધ કરું તમારા દર્શનથી, શાંતિ પામું તમારા મુસ્કાનથી
- ડો. હીરા