સંકલ્પ કરાવી અમને બોલાવી
કરાવો તમારા અંતર દર્શન, કરાવો અમને
જગતકલ્યાણનો સંકલ્પ કરાવો અમને
તમારા અભિષેકના પાત્ર બનાવો અમને
મનની ચંચળતા તો હરો તમે, અભિષેકના જળમાં નવડાવો અમને
શાંતિના, આનંદનો રસ પીવડાવો અમને, તમારામાં સમાવો અમને
ધૂપદીપથી અંતરમનને જગાડી હવે, તમારી મહેકથી મહેકાવો અમને
ચંદન તેલનું લેપન કરો તમે, અમને તમારામાં વસાવો હવે
ફૂલ કંકુથી સંવાર્યા તમને, સુગંધ તમારી આપો અમને
આરતી નૈવેદ કરીયે તમને, તમારી ભક્તિનો સ્વાદ ચખાડો અમને
પૂર્ણ પૂજા કરીએ તમારી, તમારા બાળને તિલક કરો હવે
વસ્ત્ર, શસ્ત્રથી સજાવીયે તમને, તમારામાં મસ્ત કરો અમને
- ડો. હીરા