પ્રભુ, દર્શન તમારા માટે આ આંખલડી અધીર,
સર્જન તમારું જોયું હવે, સર્જનહારને જોવા આ આંખલડી અધીર,
નિર્મળ પ્રેમ તમે વહાવ્યોં, હવે નિર્મલધારાને જોવા આ આંખલડી અધીર,
કોમળતા આપનાર, હવે કોમળતા ધરનારાને જોવા આ આંખલડી અધીર,
આંખલડી અધીર, પ્રભુ, આંખલડી અધીર, પ્રભુ તમને જોવા આ આંખલડી અધીર
- ડો. હીરા