હવા ચાલે તારા ઇશારા પર, વાદળો ઝૂમે તારા મસ્તક પર
અણું અણુંમાં વાસ છે તારો, અણું અણુંમાં હાસ્ય છે તારું
જાગૃત એ સ્થળ છે તારું, પગલા પડ્યાં જ્યાં જ્યાં તારા
કે ધન્ય છે એ ધરતી તારી, વાસ વસ્યો છે જ્યાં તારો
પાવન ભૂમિમાં રુમઝુમ રમે પક્ષી, એ વાતો કરે મનડાની તો તારા
ઠંડક આવે હૈયામાં એવી, શાંતિ મળે દ્વાર પર આવી ને તારે
રગ રગમાં એહસાસ આવે તારો, શાંત ચિત્તડું બને ત્યાં મારું
આવા મધુરપણામાં રહુ સદા, ઇચ્છું છું હું હર પળ તારો સહારો
વાગે મૃદંગ અને ઝૂમે ગગન, રમતું મનડું મારું તો નૃત્યમાં તારા
કે વાસ વસે જ્યાં તારો, મનડું ગાઈ ઊઠે ભજન તો તારું
- ડો. હીરા