દુનિયાની આ રીત તો કોઈ અજીબોગરીબ છે
મા માટે તો બધા સરખા, તો પણ કોઈ અજીબ છે, દુનિયા...
કર્તવ્ય પોતાનું કરવાથી અચકાય છે, દોષ બીજાના દેખાય છે
આ માયાના બંધનો તો કંઈ અજીબોગરીબ છે, દુનિયા...
કરે શરૂઆત કોઈ, બદનામ થાય કોઈ,
કે વિશ્વાસ ન હોય, પોતાને છાવરવાની રીત આ અજીબ છે, દુનિયા...
મનના ઉપાડા, ન સાચાખોટાના વિચાર, બસ મોહનો ખેલ,
કે એક માટે કરે બીજાને બદનામ, દુનિયા….
શબ્દો જો ના સમજાવી શકે, તો મૌન એની છે શાંતી,
કે મોહ ના આ જાળમાં દુઃખ છુપાયેલું છે, દુનિયા….
કોણ આપણું, કોણ પરાયું, કર્તવ્યથી મોઢું સહુનું ફરેલું છે,
સ્વાર્થ પોતાના સહુ જુવે, શાંતીથી પોતાને જીવવું છે, દુનિયા...
ઠેરાવે પોતાને સાચા, પોતાની જાતને બચાવવી છે,
કે ઈલ્જામ બીજા પર થોપવો છે, દુનિયા...
- ડો. હીરા