જ્યાં છે તું, ત્યાં છું હું, તારા વિના ના હું છું
જ્યાં તું નથી, ત્યાં કોઈ નથી, આ શ્રુષ્ટિ પણ ત્યાં નથી
જ્યાં તું છે, ત્યાં બધું છે, આ જગમાં કોઈ અલગ નથી
જ્યાં વ્યવહારમાં ખામી છે, ત્યાં તારા દરવાજા બંધ છે
જ્યાં પ્રેમની સહી છે, ત્યાં જ તો તારા આગમનની તૈયારી છે
જ્યાં ભેદભાવ બધા ખત્તમ છે, ત્યાં જ તો અંતરમાં શાંતિ છે
જ્યાં તારો મારો ફરક રહેતો નથી, ત્યાં બીજી કોઈ ઓળખાણ નથી
જ્યાં વિશ્વમાં તારો શ્વાસ છે, ત્યાં અંતરમાં તારો વિશ્વાસ છે
જ્યાં અનુભૂતિ એ થાય છે, ત્યાં જાગ્રતિ આપોઆપ થાય છે.
- ડો. હીરા