ભાગવાની વાતો ત્યાં હોય, જ્યાં પોતાનું ધાર્યું કરાવવું હોય;
પ્રેમની વાતો ત્યાં હોય, જ્યાં ઇચ્છા પ્રેમની જ સલામત હોય.
જીદની વાતો ત્યાં હોય, જ્યાં પોતાને સારું લાગે એ ઇચ્છા હોય;
સમજદારીની વાતો ત્યાં હોય, જેને સમજણ સમજવાની તૈયારી હોય.
બદલાવની વાતો ત્યાં હોય, જ્યાં પોતાનામાં પરિવર્તનની જરૂર હોય;
ઇલ્જામોની વાતો ત્યાં હોય, જ્યાં અહં આપણો બેકાબૂ હોય.
દંભની વાતો ત્યાં હોય, જ્યાં પોતાની જાતને છેતરવાની વાત હોય;
સચ્ચાઈની વાતો ત્યાં હોય, જ્યાં પોતાની જાતને બદલવાની તૈયારી હોય.
માર્ગ પર ચાલવાની વાતો ત્યાં હોય, જ્યાં વેદના દિલમાં એની સાચી હોય;
બાકી તો ખાલી મનોરંજનની વાતો છે, વ્યવહારનો પ્રદર્શન છે, આડંબરનો જમાનો છે.
- ડો. હીરા
bhāgavānī vātō tyāṁ hōya, jyāṁ pōtānuṁ dhāryuṁ karāvavuṁ hōya;
prēmanī vātō tyāṁ hōya, jyāṁ icchā prēmanī ja salāmata hōya.
jīdanī vātō tyāṁ hōya, jyāṁ pōtānē sāruṁ lāgē ē icchā hōya;
samajadārīnī vātō tyāṁ hōya, jēnē samajaṇa samajavānī taiyārī hōya.
badalāvanī vātō tyāṁ hōya, jyāṁ pōtānāmāṁ parivartananī jarūra hōya;
iljāmōnī vātō tyāṁ hōya, jyāṁ ahaṁ āpaṇō bēkābū hōya.
daṁbhanī vātō tyāṁ hōya, jyāṁ pōtānī jātanē chētaravānī vāta hōya;
saccāīnī vātō tyāṁ hōya, jyāṁ pōtānī jātanē badalavānī taiyārī hōya.
mārga para cālavānī vātō tyāṁ hōya, jyāṁ vēdanā dilamāṁ ēnī sācī hōya;
bākī tō khālī manōraṁjananī vātō chē, vyavahāranō pradarśana chē, āḍaṁbaranō jamānō chē.
|
|