એક યાદ જીવનમાં એવી છે, જે ભુલાતી નથી;
એક મંઝિલ જીવનમાં એવી છે, જે મુકાતી નથી;
એક નશો જીવનમાં એવો છે, જે રોકાતો નથી;
એક પ્રેમ જીવનમાં એવો છે, જે દૂર થવા દેતો નથી;
એક સોચ જીવનમાં એવી છે, જે આડંબર કરવા દેતી નથી;
એક સત્ય જીવનમાં એવું છે, જે કપટ કરવા દેતું નથી;
એક નિશ્ચય જીવનમાં એવો છે, જે માર્ગ ભૂલવા દેતો નથી;
એક પ્રભુ જીવનમાં એવા છે, જે સાથ આપ્યા વિના રહેતા નથી.
- ડો. હીરા