સરેઆમ મેં તો એલાન કર્યું, પ્રભુનું ન મેં તો નામ લીધું;
સરેઆમ ગુરુનું પાલન કર્યું, એમને તો બધું માન આપ્યું.
ખુલ્લેઆમ મેં તો પ્રભુને સોપ્યું, એનું જ કાર્ય કરું છું;
હેરાન-પરેશાન તો જગ થયું, જગતનું કલ્યાણ ચાહું છું.
મુશ્કેલીમાંથી ચાલુ છું, મુશ્કેલી સહુની દૂર કરું છું;
બદનામ એમાં આ નામ થયું, પ્રભુનું તો સન્માન ચાહું છું.
આડંબરને ખતમ કરું છું, સચ્ચાઈને ગળે લગાડું છું;
ઊંચ-નીચના ભેદ તોડું છું, મૂર્ખતાને તો મિટાવું છું.
કોશિશ બધી કરું છું, એનું ના પરિણામ માગું છું;
પ્રભુની ચાહ દિલમાં વસાવું છું, પ્રભુની તો એકરૂપતા દેખું છું.
જીવનમાં છળકપટ ત્યાગું છું, એમાં બદનામ શાને થઉં છું.
- ડો. હીરા