જેને મેં જોયા નથી, એને માનું છું.
હકીકત મારી પહેચાની નથી, તોય ચાલું છું.
વૈરાગ્ય દિલમાં જાગ્યો નથી, તોય પ્રભુને યાદ કરું છું.
એકતા મનમાં જાળવી નથી, તોય એકરૂપતા માનું છું.
લેખ ન લખાયા, ન જાણ્યા, તોય સચ્ચાઈ જાણું છું.
ગુરુને ન સમજ્યા, ના અપનાવ્યા, તો એ એમનું કહ્યું માનું છું.
આદર-અનાદરથી ઉપર ઊઠ્યા, તો ય લોકોને અપનાવું છું.
અહેસાસ લોકોના જાણ્યા, એમને તો સલામ કરું છું.
દિવ્ય અનુભવ થયા, સિદ્ધિઓને શું કરીશું?
વીર્યતા જીવનમાં આવી, એ તો કૃપા ગણું છું.
- ડો. હીરા