વાતોની ભાષા અને અંતરની પરિભાષા,
આવડે જેને તેને મળે તો આનંદ ઘણો.
વિશ્વના વિધાતા અને મનના ઉપાડા,
અંતર એનું સમજાય, તો મળે શાંતિ મનને.
ઉમંગમાં રહેવું અને, ઇચ્છાઓને સાધવી,
ભેદ જેને ખબર, મળે એને તો ઘણું-ઘણું.
ઉત્તર હોય સાચો, સવાલોમાં ખોટાપણું,
એવા માનવીના પડદા ખૂલતા અટકે ફરી પાછા.
જીવન જીવવાની તૈયારી અને રહસ્યમાં રુદન,
અનેકોને ભરમાવે, ન મળે એમને સાચાપણું.
દુરુપયોગ કરવો અને દેખાડો સજ્જનનો,
આ છે હકીકત આપણા જગતની.
- ડો. હીરા