જે મોકાની તલાશ છે, એ તો સામે આવે છે;
પણ બદલવાની જેની તૈયારી ન હોય, એ તો ગુમાવે છે.
અફસોસ એનો થાય કે વીતેલો સમય પાછો ન આવે;
હેરાન એ વાતનું થાય કે એની તકલીફ પણ લોકોને ન થાય.
પછી જ્યારે કર્મોના લેખ સામે આવે, તો સહન ન થાય;
ત્યારે પછી પણ એમ જ કહીએ, કે આવું કેમ થાય.
હરએક અવસર છે મોકો બદલવાનો, સુધારવાનો;
જેને એની ચાહ છે, એ તો બદલે છે, સુધરે છે.
જેને નથી, તે માયાની જાળમાં ખોવાય છે;
ફરી પાછા જન્મના ફેરામાં આવે છે.
- ડો. હીરા