શું કરીશું ઘેર બેસીને, જ્યાં અંતરમાં ચેન નથી;
શું કરીશું બધાં કાર્ય ત્યજીને, જ્યાં સુધરવાનું કોઈ નામ નથી;
શું કરીશું કોઈને સુધારીને, જ્યાં પોતે સુધરવા તૈયાર નથી;
શું કરીશું ભજનને ગાઈને, જ્યાં એમાં કોઈ ચિત્ત નથી;
શું કરીશું સંસાર ત્યજીને, જ્યાં વાસના પર કાબૂ નથી;
શું કરીશું ફરમાઈશ પ્રભુ પાસે કરીને, જ્યાં ઇચ્છાઓ પર કાબૂ નથી;
શું કરીશું આ જીવન જીવીને, જ્યાં શીખ્યા એમાં કંઈ નથી;
શું કરીશું એકરૂપતા કેળવીને, જ્યાં પ્રભુનાં કાર્ય કરવા તૈયાર નથી;
શું કરીશું પ્રભુને પામીને, જ્યાં કોઈને આપવાની ભાવના નથી.
- ડો. હીરા
śuṁ karīśuṁ ghēra bēsīnē, jyāṁ aṁtaramāṁ cēna nathī;
śuṁ karīśuṁ badhāṁ kārya tyajīnē, jyāṁ sudharavānuṁ kōī nāma nathī;
śuṁ karīśuṁ kōīnē sudhārīnē, jyāṁ pōtē sudharavā taiyāra nathī;
śuṁ karīśuṁ bhajananē gāīnē, jyāṁ ēmāṁ kōī citta nathī;
śuṁ karīśuṁ saṁsāra tyajīnē, jyāṁ vāsanā para kābū nathī;
śuṁ karīśuṁ pharamāīśa prabhu pāsē karīnē, jyāṁ icchāō para kābū nathī;
śuṁ karīśuṁ ā jīvana jīvīnē, jyāṁ śīkhyā ēmāṁ kaṁī nathī;
śuṁ karīśuṁ ēkarūpatā kēlavīnē, jyāṁ prabhunāṁ kārya karavā taiyāra nathī;
śuṁ karīśuṁ prabhunē pāmīnē, jyāṁ kōīnē āpavānī bhāvanā nathī.
|
|