ઘર્મયુદ્ધ થશે, ત્યારે કર્મ યોગની સ્થાપના થશે,
જ્ઞાનમય જ્યારે સંસાર થશે, ત્યારે સતયુગ આવશે.
અંતરમુખ જ્યારે મનુષ્ય થશે, ત્યારે જાગૃત થશે,
ભાવમાં શુદ્ધતા આવશે, ત્યારે ગગનમાંથી ફૂલો વરસશે.
ધરતી પર જ્યારે શાંતિ થશે, ત્યારે ધરતીકંપ ઓછા થશે,
ઘમંડ જ્યારે નાશ પામશે, ત્યારે શાંતિનું સર્જન થશે.
અનોખા નિર્માણ ત્યારે થશે, જ્યારે મનુષ્ય ઈશ્વર તરફ વળશે,
મનની દિશા જ્યારે બદલાશે, ત્યારે યુગ પરિવર્તન થશે.
ખામોશીમાં જ્યારે આનંદ આવશે, ત્યારે ઈચ્છાઓ ખતમ થશે,
અજાગૃતિથી મનુષ્ય મોઢું ફેરવશે, ત્યારે એનો વિકાસ થશે.
- ડો. હીરા