હોશિયાર રહેજો, હોશિયાર રહેજો
ક્યારે ક્યો દુશ્મન અંદર આવી જશે, ખબર નથી - હોશિયાર...
અજાગૃતિમાં શું વળગી જશે, ખબર નથી - હોશિયાર...
અચાનક અંદર પડેલી વૃતિઓ બહાર આવી જશે - હોશિયાર...
પાગલપણના ખેલ, એ તો રચાવી જશે - હોશિયાર...
મન ગમતા નાચ, એ તો નચાવી જશે - હોશિયાર...
પ્રભુમાં મન સ્થિર નહીં હોય, તો એ હલાવી જશે - હોશિયાર...
પ્રભુ પર વિશ્વાસ નહીં હોય, તો એ પ્રભુથી દૂર લઈ જશે - હોશિયાર...
માયાની જાળમાં એવા ફસાવશે, બહાર નિકળવું મુશ્કેલ થશે - હોશિયાર...
સ્વયંની ઓળખાણ, એ તો રૂંધી નાખશે - હોશિયાર...
દુઃખદર્દનું કારણ, એ તો બની જશે - હોશિયાર...
- ડો. હીરા