ઋણાનુબંધ જ્યાં ખતમ થાય, ત્યાં જીવનમાં નવી શરૂઆત થાય છે
પ્રેમ જ્યાં પ્રજ્વલિત થાય છે, ત્યાં અંતરમાં મધહોશી છવાય છે
જ્ઞાન જ્યાં સ્ફૂરિત થાય છે, ત્યાં સમજદારી સમજાય છે
હોશમાં જ્યાં જોશ પુરાય છે, ત્યાં શક્તિની સાચી આરાધના થાય છે
સંયમ જ્યાં વિચારોમાં કેળવાય છે, ત્યાં ઈચ્છાઓની મુક્તિ થાય છે
અહેસાસ જ્યાં પ્રભુનો થાય છે, ત્યાં જીવનમાં ઉમંગ ભરાઈ જાય છે
સમય જ્યાં પરિવર્તનનો થાય છે, ત્યાં ઈશ્વરની સૃષ્ટિના ખેલ દેખાય છે
મનુષ્ય જ્યાં લાચાર થાય છે, ત્યાં જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે
ધ્યાન જ્યાં પ્રભુમાં થાય છે, ત્યાં સત્યથી પરિચય થાય છે
- ડો. હીરા