હું તારા જેવી ક્યારે બનીશ, તારામાં એક ક્યારે થઈ શકીશ
આ અલગતા ક્યારે સમાપ્ત થશે, તારી જ્યોતિ ક્યારે પ્રાપ્ત કરીશ
સમજાતું નથી રસ્તો શું છે, આરાધનામાં ખલેલ આવે છે
તારી દીવાનગીમાં હજી પાગલ નથી, તારા પ્યારમાં હજી દીવાની નથી
આ દૂરી ક્યારે ખતમ થાશે, એના વગર મને કોઈ ચૈન નથી
વિચારોથી ક્યારે મુક્તિ થાશે, ઈશ્વરમાં ક્યારે સમાઈ જઈશ
બસ તારા વિશ્વાસે રહું છું, તને તો બધું કહું છું
હાલ મારા બેહાલ છે, અંહકાર ને વિકારના ડંકા વાગે છે
મારી અવસ્થા તને ખબર છે, તારી નજદિકતા તો કેટલી દૂર છે
સયંમ હવે રહેતો નથી, આ ખેલમાં હવે કોઈ મજા નથી
- ડો. હીરા