સ્વતંત્રતા ચાહું છું, પણ ગુલામી છોડવી નથી
પ્રેમની પ્યાસી છું, પણ મારું-તારું રોકાતું નથી
ઈચ્છામુક્ત થવા માગું છું, પણ પસંદ-નાપસંદમાં અટકાવ છું
વેદનાભર્યું દિલ છે, હાલે દિલમાં ખાલી તને ચાહું છું
શ્વાસે-શ્વાસે નિર્મળતા છે, એક-એક શ્વાસમાં તને પુકારું છું
ધડ઼કને-ધડ઼કને તારી ગુંજ છે, તારા ઈશારે તો આ જીવન છે
વૈરાગ્યમાં એકલતા લાગે છે, લોકોમાં તો ખાલી દંભ લાગે છે
અવસ્થાતો મજધારની છે, કિનારાના તો હજી ન કોઈ અહેસાસ છે
તૃપ્તિ જેવું હજી જીવનમાં નથી, બેચૈન દિલને કોઈ ચૈન નથી
સરળતાથી તને આ કહું છું, તારી હસ્તીમાં હું ખોવાવ છું
- ડો. હીરા