પસંદ-નાપસંદના ખેલમાં, માયા તો હસે છે
સંબંધ-ઋણાનુબંધના આ દાવમાં, મોહ તો બરોબર કમર કસે છે
વિચારો-બુદ્ધિના અંહકારમાં, કિસ્મત તો રડ઼ે છે
જમીન-આસમાનનાં મિલનમાં, ભક્તિ તો ડગમગે છે
હોશિયારી-લાચારીના માહોલમાં, સૃષ્ટિ તો રડ઼ે છે
જન્મ-મરણના ખેલમાં, આત્મા તો ખાલી પ્યાદા સમ રમે છે
વિશ્વાસ-શંકાની જાળમાં, આડંબર તો રાસ રચે છે
દિવ્ય-અસુરના કૈદમાં, મનુષ્ય તો લાચાર બને છે
આળસ-લાલસાની મઝધારમાં, કર્મો તો ફૂટે છે
પ્રભુ, દ્રશ્ય-અદ્રશ્ય તારા દર્શનમાં, આ દિલની તો હર પળ તને ચાહે છે
- ડો. હીરા
pasaṁda-nāpasaṁdanā khēlamāṁ, māyā tō hasē chē
saṁbaṁdha-r̥ṇānubaṁdhanā ā dāvamāṁ, mōha tō barōbara kamara kasē chē
vicārō-buddhinā aṁhakāramāṁ, kismata tō raḍa઼ē chē
jamīna-āsamānanāṁ milanamāṁ, bhakti tō ḍagamagē chē
hōśiyārī-lācārīnā māhōlamāṁ, sr̥ṣṭi tō raḍa઼ē chē
janma-maraṇanā khēlamāṁ, ātmā tō khālī pyādā sama ramē chē
viśvāsa-śaṁkānī jālamāṁ, āḍaṁbara tō rāsa racē chē
divya-asuranā kaidamāṁ, manuṣya tō lācāra banē chē
ālasa-lālasānī majhadhāramāṁ, karmō tō phūṭē chē
prabhu, draśya-adraśya tārā darśanamāṁ, ā dilanī tō hara pala tanē cāhē chē
|
|