કોઈ મને પૂછશો નહીં, કે પ્રભુ ક્યાં છે
કોઈ મને સમજાવશો નહીં, કે જીવનની શું રીત છે
મારી પ્રીતમાં પ્રભુ વસે છે
અને જીવન એના ચરણમાં વ્યતિત છે
કોઈ મને પૂછશો નહીં, કે ચહેરા પર કેમ નૂર છે
કોઈ મને શિખડ઼ાવશો નહીં, કે શાસ્ત્રોની આ રીત છે
પ્રભુ, વગર બીજું કાંઈ દેખાતું નથી
અને એની મલકાટ ભરી નજર વગર કાંઈ સમજાતું નથી
કોઈ મને પાગલ ગણશો ના
કોઈ મારા ચલન પર જશો ના
મારા આવરણ મને જ ખબર નથી
એની આપેલ ચાલની તમને ખબર નથી
- ડો. હીરા