શરમ આવે છે આ કહેતા, પણ હજી હું સુધર્યો નથી
પોતાનું દર્પણ જોયા છતાં, હું બદલી શકતો નથી
પોતાના વિકારો જાણ્યા છતાં, એને ત્યજી શક્તો નથી
પોતાના અંહકારના નાચ જોયા છતાં, અંહકાર રહિત થતો નથી
ખબર નથી ક્યાં અટકાવ છું, પણ તને કહ્યાં વિના રહી શકતો નથી
હાલત એવી છે કે લાચાર થયા વિના હું રહ્યો નથી
ખબર નથી શું કરવું, ખાલી પ્રાર્થના કર્યા વિના કાંઈ આવડતું નથી
બધું તો તું કરે છે, પ્રતીક્ષા કર્યાં વિના કોઈ છુટકારો નથી
તારા પ્રેમમાં પાગલ થતા આવડતું નથી
વિચારોને બંધ કરતા આવડતું નથી
હે પ્રભુ, તારી સામે આ હાલત રજૂ કરું છું
મને બહાર કાઢયા વગર, તને પણ છૂટકો નથી
- ડો. હીરા