પ્રભુ, તારી ઈચ્છા વગર કાંઈ થાતું નથી
છતાં પણ લોકો સમજતા નથી
પ્રભુ, તારા પ્રેમ વગર કાંઈ પમાતું નથી
છતાં પણ લોકો સમજતા નથી
એમના પ્રયત્ન પર વિશ્વાસ વધારે રાખે છે
તારા કારનામાને અલગ ગણે છે
પ્રભુ, તારી કૃપા વગર સમજણ આવતી નથી
છતાં પણ લોકો સમજતા નથી
એમની ઈચ્છાને ત્યજી શક્તા નથી
અને પોતાના કર્મોમાં બંધાયા વિના રહેતા નથી
કરવાનું તો કાંઈ છે જ નહીં, ખાલી સોંપવાનું છે
પોતાની જાતને છોડીને, પ્રભુના વિશ્વાસમાં ચાલવાનું છે
એ વિશ્વાસ જ બધું કરે છે અને કરાવે છે
બુદ્ધિથી કરેલા કાર્યો ક્યારેય પણ સફળ થાતા નથી
- ડો. હીરા